લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / વિશ્વની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની ટોયોટા બની

ટોયોટા ફરીથી ફોક્સવેગનને પાછળ છોડી વિશ્વની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની બની ગઈ છે.આમ ગયા વર્ષે કંપનીએ વિશ્વભરમાં 95.38 લાખ કારનું વેચાણ કર્યું હતું.જોકે વર્ષ 2019ની તુલનામાં તેમાં 11.3%નો ઘટાડો થયો છે.આમ 5 વર્ષ પછી ટોયોટા આ સ્થિતિ પ્રાપ્ત કરવામાં સફળ થઈ છે.આમ ફોક્સવેગને વિશ્વભરમાં 93.1 લાખ કારનું વેચાણ કર્યું છે.વર્ષ 2019ની તુલનામાં તેમાં 15.2%નો ઘટાડો થયો છે.ગયા વર્ષે રોગચાળાને કારણે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને ભારે અસર પહોંચી હતી.જેમાં લગભગ દરેક દેશમાં લોકડાઉન હતું.જેના કારણે વાહનના વેચાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

પરંતુ વર્ષ 2020ના અંત સુધીમાં ગાડીઓના વેચાણના મામલે મોટાભાગના ઇન્ટરનેશનલ માર્કેટમાં મોટી રિકવરી જોવા મળી છે.ત્યારે ટોયોટાની આસિસ્ટન્ટ કંપનીઓ જેવી કે લેક્સસ,હિનો,રાણજ અને ડાયહાત્સુએ પણ કંપનીને વૈશ્વિક સ્તરે ટોપ સ્થિતિ પર પહોંચાડવામાં મદદ કરી છે.

આમ ટેસ્લા વિશ્વની સૌથી મોંઘી કાર કંપની છે.જે ગયા વર્ષે ટોયોટાથી કંપનીએ આ ટાઇટલ છીનવી લીધું હતું.ટેસ્લા હાલમાં અમેરિકા અને યુરોપ જેવાં માર્કેટમાં ઇવીની મજબૂત માંગનો આનંદ કરી રહી છે. આમ હવે ટોયોટાએ ટેસ્લાને પડકારવા માટે ખૂબ જ ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક ગાડીઓ લોન્ચ કરવાની યોજના બનાવી છે.જેમાં ટોયોટાએ કહ્યું છે કે,તેના કુલ વૈશ્વિક વેચાણનો 23% ભાગ ઇલેક્ટ્રિક વાહનોમાંથી છે.ભવિષ્યમાં આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે કારણ કે,વિશ્વના મોટા બજારોમાં ઉત્સર્જન ધોરણો વધુ કડક થઈ રહ્યા છે.પ્લગ-ઇન હાઇબ્રિડ વાહનો એટલે એવા વાહનો જેની બેટરી ચાર્જ કરવા માટે એક્સટર્નલ પાવર આઉટપુટનો ઉપયોગ કરવાનો હોય છે.

ઓટો ઇન્ડસ્ટ્રી હાલમાં વૈશ્વિક સ્તરે માઇક્રોચિપની તંગીનો સામનો કરી રહ્યો છે.ત્યારે આ મહિનાની શરૂઆતમાં ટોયોટાને ચીનના ગુઆંગઝીમાં તેની ફેક્ટરીમાં કામચલાઉ ધોરણે પ્રોડક્શન બંધ કરવું પડ્યું હતું.જેમાં કંપનીએ તેની ટેક્સાસ,યુએસ સ્થિત પ્લાન્ટ સુવિધામાં તેની ફુલ સાઇઝ પિકઅપ ટ્રક ટુંડ્રાનું પ્રોડક્શન પણ મર્યાદિત રાખવું પડ્યું હતું.આમ માઇક્રોચીપની તંગીએ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે એક આપત્તિનું કારણ બનતી જઈ રહી છે અને તેની અસર વર્ષ 2021ના ​​અંત સુધી ચાલુ રહી શકે છે.