લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ટૌકતે વાવાઝોડાના પગલે વાયુસેનાના વિમાનો અને હેલિકોપ્ટરો તૈયાર રખાયા,જ્યારે 6 રાજ્યોમાં એલર્ટ અપાયું

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાંથી ઉઠેલું વાવાઝોડું ટૌકતે આગામી 2 દિવસમાં ગંભીર સ્વરૂપ ધારણ કરશે.આમ 18 મેના રોજ તે ગુજરાતના પોરબંદર અને નલિયા કિનારે ભારે તબાહી મચાવશે તેવો અહેવાલ છે.જેના પગલે એનડીઆરએફએ વાવાઝોડાનો સામનો કરવા માટેની રાહત ટીમોની સંખ્યા 53 થી વધારીને 100 કરી દીધી છે.આ સાથે જ પ્રભાવિત 6 રાજ્યોએ કમર કસી છે.જેમાં અધિકારીઓને સ્થિતિનું મોનિટરીંગ કરવા તેમજ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપી દેવાયા છે.

આ દરમિયાન કેરળ,તમિલનાડુ,લક્ષદ્વીપ,કર્ણાટક,ગોવા,ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં ભારે વરસાદ થશે.જ્યારે દક્ષિણપૂર્વીય અરબસાગર પર 85 થી 95 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે.જ્યારે 16 મેના સવારના સમયે તટીય ક્ષેત્રોમાં હવાની ગતિ 130 થી 145 કિમી પ્રતિ કલાક થઈ જશે.જ્યારે ઠાણે અને પાલઘર પ્રશાસને લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની અને સમુદ્રથી દૂર રહેવાની વિનંતી કરી છે.

આમ વર્તમાન સ્થિતિનો સામનો કરવા માટે એનડીઆરએફએ 100 પૈકીની 42 ટીમોને કેરળ,તમિલનાડુ,કર્ણાટક,ગુજરાત અને મહારાષ્ટ્રમાં તૈનાત કરી દીધી છે જ્યારે 26ને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.તે સિવાય 32 ટીમોને બેકઅપમાં રાખવામાં આવી છે.જેને જરૂર પ્રમાણે એરલિફ્ટ કરીને મોરચે લગાવવામાં આવશે.આમ આ તમામ ટીમના સદસ્યોને કોરોના વેક્સિન અપાઈ ચુકી છે અને ગુજરાત માટે ભુવનેશ્વરથી ટીમો રવાના થઈ ગઈ છે.