યુનાઇટેડ આરબ અમિરાત(યુએઇ)એ કેટલાક વિદેશીઓને દેશની નાગરિકતા આપવાનો નિર્ણય લીધો છે. જેમાં દેશનો આર્થિક વિકાસ ઝડપથી વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.આમ દુબઇ અને અબુધાબીમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે.આ અગાઉ વર્ષ 1971માં સરકારની રચના કરવામાં મદદ કરનારા કેટલાક પેલેસ્ટાઇનોને યુએઇની નાગરિકતા આપી હતી.જેમાં અન્ય કેટલાક લોકોને પણ તે સમયે નાગરિકતા આપવામાં આવી હતી.
આમ દુબઇના શાસક અને યુએઇના વડાપ્રધાન શેખ મોહંમદબિન રાશીદ અલ મકતૂમે જણાવ્યું હતું કે રોકાણકારો,વિશેષ ટેલેન્ટ ધરાવતા લોકો અને વૈજ્ઞાનિકો,ડોક્ટરો,એન્જિનિયર,આર્ટિસ્ટ,લેખકો અને તેમના પરિવારજનોને દેશની નાગરિકતા આપવામાં આવશે.તેમણે જણાવ્યું હતું કે આ માટે ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવશે.યુએઇનું પાસપોર્ટ મળી ગયા પછી પણ વિદેશી નાગરિકો પોતાના દેશની નાગરિકતા ચાલુ રાખી શકશે.
આમ યુએઇની કુલ વસ્તી 90 લાખ છે.જે પૈકી ફક્ત 9 લાખ જ તે દેશના નાગરિકો છે.જ્યારે બાકીના લોકો વિદેશથી આવીને વસેલા છે.જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અર્થતંત્રને વેગ આપવા માટે મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved