ગુજરાતમાં નવો પ્રોજેક્ટ શરૂ થવાનો છે,જેના અંતર્ગત દક્ષિણ ગુજરાતના ઉમરગામ થી કચ્છના નારાયણ સરોવર સુધી કોસ્ટલ કોરીડોર તૈયાર કરવામા આવશે,જે કોરીડોરમાં દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ ઉપરાંત ભાવનગર, પીપાવાવ, સોમનાથ, પોરબંદર, જામનગર,માળીયા સહિતનાં શહેરોને લાભ મળશે.આમ રાજ્ય સરકારે પ્રથમ તબકકામાં 300 કિલોમીટરના કામ માટેની તૈયારી શરૂ કરી દીધી છે.જેમાં વલસાડ,નવસારી,સુરત અને ભરૂચ જિલ્લાઓને આવરી લેવામાં આવનાર છે.ભારતનો સૌથી લાંબો કોસ્ટલ કોરીડોર હશે.જે 1630 કિલોમીટરમાથી 140 કિલોમીટર ગ્રીનફીલ્ડ કોસ્ટલ એરીયા તરીકે વિકસાવવામાં આવશે,જ્યારે બાકીના 1490 કિલોમીટર નોર્મલ રોડ હશે.આ કોસ્ટલ હાઈવે 10 મીટરથી વધુ પહોળો હશે જેમા 3 ડ્રાઈવીંગ લેન હશે.આ સમગ્ર પ્રોજેક્ટ માટે રૂ.2400 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved