લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આમ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અખિલેશ યાદવે પોતાની જાતને આઈસોલેટ કરી દીધી છે.આ સાથે તેમણે જણાવ્યુ હતું કે હાલ મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.મેં મારી જાતને બધાથી દૂર કરી દીધી છે અને ઘરે જ સારવાર શરૂ થઈ ગઈ છે.છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામને તપાસ કરાવી લેવા નમ્ર વિનંતી.તેઓ થોડા દિવસ સુધી આઈસોલેશનમાં રહે તેવી પણ વિનંતી.

આમ અખિલેશ યાદવ તાજેતરમાં ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે કુંભની મુલાકાત લીધી હતી.જ્યાં તેઓ પોતાના સમર્થકો અને સાધુ સંતોને પણ મળ્યા હતા.આ સિવાય તેમણે હરિદ્વારમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિ મહારાજની મુલાકાત લીધી હતી.આમ આ મુલાકાતના બે દિવસ બાદ અખિલેશ યાદવ પોતે જ કોરોનાની જપેટમાં આવી ગયા છે.