લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / યોગી સરકારનું બજેટ- અયોધ્યા માટે 140 કરોડ તેમજ ખેડૂતોને આકર્ષવાની વાતો

ઉત્તરપ્રદેશના નાણામંત્રી સુરેશકુમારે સોમવારે યોગી સરકારનું પાંચમુ બજેટ રજૂ કર્યું હતું.જેમાં ખેડૂતોને આકર્ષવા માટેની અનેક જાહેરાતો કરાઇ છે.જેમાં સુરેશકુમારે સદનમાં 5,50,270 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.યુપી સરકારનું બજેટ યુવાનો,ખેડૂતો અને મહિલાઓ પર કેન્દ્રિત છે.આ પહેલા મુખ્યમંત્રી આવાસ ખાતે યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં યુપી બજેટ 2021-22ને મંજૂરી આપવામાં આવી હતી.આમ ઉત્તરપ્રદેશમાં 3 વર્ષમાં ઓપરેશનલ એરપોર્ટ્સની સંખ્યા 4 થી વધીને 7 થઈ ગઈ છે.જનપદ અયોધ્યામાં નિર્માણાધીન એરપોર્ટનું નામ મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ વિમાનમથક અયોધ્યા રાખવામાં આવશે જેના માટે 101 કરોડ રૂપિયાનું બજેટ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.આ સિવાય કાનપુર મેટ્રોરેલ પરિયોજનાનો અંદાજિત ખર્ચ 11,076 કરોડ રૂપિયા છે.જે નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં 597 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

આમ અયોધ્યામાં એરપોર્ટ માટે 101 કરોડ રૂપિયાની ઘોષણા કરવામાં આવી.જેવર એરપોર્ટ માટે 2,000 કરોડ તેમજ ચિત્રકૂટ અને સોનભદ્ર એરપોર્ટ ખાતે વર્ષ 2021ના વર્ષમાં હવાઈ સેવાઓનું સંચાલન શરૂ કરવાનો દાવો કરાયો હતો.અયોધ્યા સ્થિત સૂર્યકુંડના વિકાસ સહિત અયોધ્યાનગરીના વિકાસ માટે બજેટમાં 140 કરોડ રૂપિયાની વ્યવસ્થાનો પ્રસ્તાવ હતો.તે સિવાય લખનૌમાં રાષ્ટ્રીય પ્રેરણાસ્થળના નિર્માણ માટે 50 કરોડ રૂપિયાની ઘોષણા કરવામાં આવી છે.આમ સુરેશ ખન્નાએ કોરોના વેક્સિનેશન માટે 50 કરોડ રૂપિયા પ્રસ્તાવિત કરાયા હોવાની જાહેરાત કરી હતી.

ગંગા એક્સપ્રેસ વે પરિયોજનાના ભૂમિગ્રહણ માટે 7,200 કરોડ અને નિર્માણકાર્ય માટે 489 કરોડ રૂપિયાના બજેટની વ્યવસ્થા કરવામાં આવી છે.તે સિવાય બુંદેલખંડ ક્ષેત્રની વિશેષ યોજનાઓ માટે 210 કરોડ રૂપિયાનું બજેટ પ્રસ્તાવિત કરાયું છે.

યોગી સરકારે નાણાકીય વર્ષ 2021-22 માટે અત્યારસુધીનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું છે.જેમાં દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવાનું લક્ષ્ય છે.આમ 16 જિલ્લાઓમાં મેડિકલ કોલેજ બની રહી છે અને મેડિકલ શિક્ષા માટે 1,000 કરોડ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.

નાણામંત્રીએ મુખ્યમંત્રી જન આરોગ્ય યોજનાની જાહેરાત કરી હતી.જેમાં શ્રમિકોને મદદ કરવામાં આવશે.મહિલા શ્રમિકોને સમાન વેતન મળે તે માટે સલાહકાર કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. પ્રદેશના 18 મંડળોમાં અટલ આવાસીય વિદ્યાલયો બનાવવામાં આવશે.જ્યાં શ્રમિકોના બાળકોને શિક્ષણ આપવામાં આવશે.પ્રદેશના 19 જનપદોમાં 40 છાત્રાલયો બનાવવામાં આવશે અને પુસ્તકો પણ ઉપલબ્ધ કરાવાશે.વિવિધ જનપદોમાં વકીલો માટે ચેમ્બર બનાવવામાં આવશે.યુપી સરકારે મેરઠમાં સ્પોર્ટ્સ વિશ્વવિદ્યાલય બનાવવાની જાહેરાત કરી છે.ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રોમાં ઓપન જિમ બનાવવામાં આવશે.આમ ખેડૂતોને મફત પાણીની સુવિધા માટે 700 કરોડ રૂપિયા આપવામાં આવશે અને નજીવા દરે લોન ઉપલબ્ધ કરાવાશે.