કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પ્રથમ વખત કેશલેસ બજેટ રજૂ કર્યુ છે.ત્યારે આ જ હરોળમાં હવે ઉત્તરપ્રદેશ સરકાર પણ કેશલેસ બજેટ માટેની તૈયારી શરૂ કરી રહી છે.જે અંતર્ગત બજેટ પહેલા રાજ્યના તમામ ધારાસભ્યોને 50 હજાર સુધીના એપલના આઇપેડ ખરીદવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.જેનું બિલ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.આમ ઉત્તરપ્રદેશનું બજેટ સત્ર 18 ફેબ્રુઆરીથી શરૂ થવા જઇ રહ્યું છે.
આમ બજેટ સત્ર શરૂ થાય તે પહેલા ઉત્તરપ્રદેશ વિધાનપરિષદના પ્રમુખ ડો.રાજેશ સિંહે ધારાસભ્યોને પત્ર લખ્યો છે જેમાં કહ્યું છે કે મારે તમને એ સુચિત કરવાનું છે કે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે બજેટ સત્ર પહેલા 50,000 સુધીનું એક એપલ આઇપેડ ટેબલેટ અત્યારે ખરીદી લો જેના પૈસા બાદમાં સરકાર ચૂકવી આપશે.આમ આ બજેટ ઉત્તરપ્રદેશની યોગી સરકારના કાર્યકાળનું છેલ્લુ બજેટ છે.તેવામાં યોગી આદિત્યનાથ બજેટ પહેલા વિધાનસભાની કાર્યવાહીને ઓનલાઇન કરવા માંગે છે. આ વર્ષે બજેટને છાપવામાં આવશે નહી જેના કારણે બજેટના પ્રિન્ટ ન કરવાથી ત્રણ થી ચાર લાખ રૂપિયાની બચત થશે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved