લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તરપ્રદેશમાં ખાનગી ક્ષેત્રના કોરોના પીડિત કર્મીઓને પગાર સાથે 28 દિવસની રજા આપવી પડશે

કોરોના પીડિત ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે યોગી સરકારે મહત્વનો નિર્ણય લેતા જણાવ્યુ છે કે ઔધોગિક અને વ્યાપારિક પ્રતિષ્ઠાનો, દુકાનો,કારખાનાઓના કામદારો કોરોના પીડિત થાય તો તેમને સારવાર માટે કે આઇસોલેશનમાં રાખવામાં આવે તો તેના માટે તેમને 28 દિવસના પગાર સાથેની રજા આપવી પડશે.આમ શ્રમ વિભાગના અપર મુખ્ય સચિવે આ બાબતે તમામ મંડલ આયુકતો,જીલ્લા અધીકારીઓ અને શ્રમ આયુકતોને નિર્દેશ જાહેર કર્યા છે.આમ રાજયમાં આ શ્રેણીના 20 લાખથી વધુ કામદારો છે.આ સિવાય જાહેર કરવામાં આવેલા નિર્દેશમા જણાવવામાં આવ્યુ છે કે પેમેન્ટ સાથેની રજા ત્યારે જ માન્ય ગણાશે જયારે કર્મચારી સ્વસ્થ થયા બાદ ચિકિત્સા પ્રમાણપત્ર રજુ કરશે. અપર મુખ્ય સચિવ શ્રમે જણાવ્યું હતુ કે આવી દુકાનો,વાણિજિયક સંસ્થાઓ,કારખાના જે રાજય સરકાર કે જીલ્લા અધીકારોના આદેશોથી અસ્થાયી રીતે બંધ છે.તેવા કર્મચારીઓ અને કામદારોને આવા અસ્થાયી બંધ દરમિયાન તેમના સંચાલકો દ્વારા મજુરી વેતન સાથે રજા આપવી પડશે.