લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તરપ્રદેશ સરકારના ગ્લોબલ ટેન્ડરમાં 5 કંપનીઓએ રસ લીધો

કોરોના સામેની લડાઈમાં વેક્સિનેશનને ઝડપી બનાવવા માટે ઉત્તરપ્રદેશ સરકારે ગ્લોબલ ટેન્ડર તરફ પગલુ ભર્યું છે.જેમાં યુપી સરકારે વર્તમાન સમયમાં 4 કરોડ વેક્સિન ડોઝ માટે ટેન્ડર બહાર પાડ્યું છે.જેમાં અનેક કંપનીઓએ રસ દાખવ્યો છે.આમ યુપી સરકારના ટેન્ડરની પ્રી-બિડની ચર્ચામાં 5 કંપનીઓએ હિસ્સો લીધો છે.જેમાં રશિયાની સ્પુતનિક-વી,ફાઈઝરની પાર્ટનર ડો.રેડ્ડી લેબ્સ,ઝાયડસ કેડિલા,સાઉથ કોરિયાની એક કંપની,ભારત બાયોટેકનો સમાવેશ થાય છે.આમ ઉત્તરપ્રદેશમાં 18 થી 24 વર્ષના લોકોની જનસંખ્યા 9.28 લાખ છે અને સરકાર આ ઉંમરના લોકો માટે વધુને વધુ વેક્સિન ડોઝ ખરીદવા ઈચ્છે છે.જ્યારે સમગ્ર પ્રદેશમાં 1 કરોડ જેટલા ડોઝ લાગી ચુક્યા છે.