લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 20,510 નવા કેસ સામે આવ્યા

વર્તમાન સમયમાં દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય હોય તો તે મહારાષ્ટ્ર છે,જ્યાં દરરોજના 50 હજાર કરતા વધુ કેસો આવી રહ્યા છે.જેના કારણે ત્યા 15 દિવસનું આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે.ત્યારે ઉત્તરપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ અને મૃત્યુમાં ઉછાળો આવ્યો છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં ઉત્તરપ્રદેશમાં 20,510 નવા કેસ સામે આવતા રાજ્યમાં અત્યારે એક્ટિવ કેસોની સંખ્યા 1,11,835 થઈ ગઈ છે.

આમ વધતા કેસ જોઇને અલ્લાહબાદ હાઇકોર્ટે સરકારને વધારે પ્રભાવિત શહેરોમાં ત્રણ અઠવાડિયાનું લોકડાઉન લગાવવા અંગે વિચાર કરવાની સલાહ આપી હતી.આમ આ તરફ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.ત્યારે તેઓ સેલ્ફ આઇસોલેશનમાં છે અને ત્યાંથી વર્ચ્યુઅલી તમામ કામ કરી રહ્યા છે.આ સિવાય સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.