કોરોનાના કહેર વચ્ચે ઉત્તરપ્રદેશમાં રવિવારે વીકેન્ડ લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે યુપીમાં તમામ શહેરી અને ગ્રામિણ વિસ્તાર રવિવારે બંધ રહેશે.જેમાં જરૂરી સેવાઓને બાદ કરતાં માર્કેટ અને ઓફિસો બંધ રહેશે તે સાથે મોટાપાયે સેનેટાઇઝેશન અભિયાન ચાલશે.તેમજ માસ્ક ન પહેરનારા લોકોને રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે.
આમ યુ.પી સરકારના નવા આદેશ પ્રમાણે જો કોઇ વ્યક્તિ બીજી વખત માસ્ક વગર પકડાશે તો 10 ગણો વધુ દંડ વસૂલવામાં આવશે સાથે જ સીએમએ કાનપુર,પ્રયાગરાજ,વારાણસી જેવા વધુ સંક્રમિત જિલ્લાઓમાં વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ સ્થાનિક જરૂરિયાત મુજબ નવી કોવિડ હોસ્પિટલ બનાવવાના આદેશ આપ્યા છે.આમ બનારસ બન્ને દિવસ સંપૂર્ણ બંધ રહેશે.આ સિવાય માત્ર દૂધ,ફળ અને શાકભાજીની દુકાનો જ સવારે ૧૦ વાગ્યા સુધી ખુલશે.જ્યારે ધાર્મિક સ્થળો પર પણ પ્રતિબંધ લાગુ રહેશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved