લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / યુ.પી.એસ.સીએ સિવિલ સર્વિસનિ પ્રારંભિક પરીક્ષાઓ મોકુફ રાખી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સિવિલ સર્વિસીસનિ પ્રારંભિક પરીક્ષા વર્ષ 2021 મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.આમ આ સિવિલ સર્વિસીસ પ્રારંભિક પરીક્ષા 27 જૂન સુધી મુલતવી રાખવામાં આવી હતી.પરંતુ હવે આ પરીક્ષા આગામી 10 ઓક્ટોબર 2021ના ​​રોજ લેવામાં આવશે.આમ દર વર્ષે સિવિલ સર્વિસીઝ પરીક્ષા દ્વારા પ્રારંભિક,મુખ્ય અને ઇન્ટરવ્યૂ એમ ત્રણ તબક્કામાં લેવામાં આવે છે.જેના દ્વારા ભારતીય વહીવટી સેવા,ભારતીય વિદેશી સેવા અને ભારતીય પોલીસ સેવાનાં અધિકારીઓની પસંદગી કરવામાં આવે છે.આમ ગયા વર્ષે પણ સિવિલ સર્વિસીસ પ્રારંભિક પરીક્ષા 31 મે 2020ના રોજ લેવાની હતી.પરંતુ કોરોનાને કારણે તે મોકૂફ રાખવામાં આવી હતી.જે 4 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં યોજી હતી.