લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકા જરૂરિયાતમંદ દેશોને જૂનમાં વધુ વેક્સિન આપશે,બાઈડેન સરકાર 6 કરોડ વેક્સિનનું વચન આપી ચૂકી છે

જો બાઈડેન એડમિનિસ્ટ્રેશન વિશ્વના એ દેશોને મદદ કરવા જઈ રહ્યું છે જ્યાં કોરોનાથી પરિસ્થિતિ વધુ ખરાબ છે અને જ્યાંની સરકારો વેક્સિન ખરીદી શકી નથી.ત્યારે રાષ્ટ્રપતિ જો બાઈડેન જૂનમાં વધુ 2 કરોડ વેક્સિનના ડોઝ ડોનેટ કરશે.આમ આ પહેલા પણ અમેરિકા 6 કરોડ જેટલા વેક્સિનના ડોઝ આપવાનું વચન આપી ચૂક્યું છે.

આમ ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ અમેરિકન સરકારે 6 કરોડ વેક્સિન ડોનેટ કરવાની જાહેરાત કરી હતી.ત્યારે રાષ્ટ્રપતિએ નિર્ણય કર્યો છે કે વધુ 2 કરોડ વેક્સિનના ડોઝ દાન કરવામાં આવશે.આ વેક્સિન એવા દેશોને આપવામાં આવશે,જે દેશો ગરીબ છે અને વેક્સિન ખરીદી શકતા નથી અથવા એવા દેશો કે જ્યાં સંક્રમણ અને મૃત્યુ સૌથી વધુ થઇ રહ્યા છે.આમ જે દેશોમાં વેક્સિનનું દાન કરવામાં આવશે તેમાં એસ્ટ્રાઝેનેકા વેક્સિન પણ સામેલ છે.