લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકામાં કોરોનાનો મૃત્યુઆંક 5 લાખને પાર,વર્ષના અંતે સ્થિતિમાં સુધારો થવાની આશા

યુએસ અમેરિકનો સુધી કોરોનાની રસી પહોંચાડવા માટે પ્રયાસો કરી રહ્યું હોવાથી વર્ષના અંત સુધીમાં સ્થિતિ રાબેતા મુજબ થઇ જવાની આશા છે તેવું પ્રમુખ જો બાઇડને જણાવ્યું હતું.આમ તેમણે વધુમાં જણાવ્યુ હતું કે રસી મોજૂદ હોવી અને તે કોઇને મુકવી તે બંને અલગ બાબતો છે.રસીકરણ એ સતત ચાલતી પ્રક્રિયા છે.આમ જુલાઇના અંત સુધીમાં 600 મિલિયન ડોઝ પુરાં પાડવામાં આવશે.હાલ હવામાન કથળવાને કારણે રસીના વિતરણની કામગીરી ધીમી પડી છે.તેમજ યુએસમાં આકરો શિયાળો ત્રાટક્યો હોવાથી કોરોના રસીના 6 મિલિયન ડોઝના વિતરણમાં વિલંબ થયો છે.

આમ શુક્રવારે યુએસમાં કોરોનાના કુલ 1,08,000 કેસ નોંધાયા હતા.છેલ્લા પખવાડિયામાં કોરોનાના 85,000 કેસની સરેરાશ રહી હતી.વર્તમાનમાં હોસ્પિટલમાં કોરોનાના 65,682 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.જ્યારે યુએસમાં કોરોના મૃત્યુઆંક વધીને 5,07,758 થયો હતો.જ્યારે ભારતમાં આજે કોરોનાના નવા 5,931 કેસો નોંધાયા હતા.ભારતમાં કુલ કોરોનાનો મૃત્યુઆંક 1,56,269 થયો છે.

આમ ફ્રાન્સના આરોગ્યપ્રધાન ઓલિવિયર વેરાને નીસ વિસ્તારમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થતાં કરફ્યુ કે લોકડાઉન લાદવાની વિચારણા કરી હતી.આ વિસ્તારમાં ફાઇઝરની કોરોના રસીના 3500 ડોઝ પહોંચાડવામાં આવ્યા છે જે આગામી 48 થી 72 કલાકમાં આપવામાં આવશે.આમ આગામી દિવસોમાં એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી પણ વિતરીત કરવામાં આવશે.

આ દરમ્યાન ઇરાનમાં કોરોનાના કારણે થતાં દૈનિક મૃત્યુ આંકની સંખ્યા ઘટીને 68ની થઇ છે.આમ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7,922 કેસ નોંધાયા હતા.ઇરાનમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1.5 મિલિયન કરતા વધારે છે અને કુલ મૃત્યુઆંક 59,409 થયો છે.