લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / યુએસમાં જાહેર પરિવહનમાં માસ્ક ન પહેરનારને દંડ થશે

યુએસમાં કોરોના વાઇરસના ચેપની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.ત્યારે ઇમોરી યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો.સરિતા શાહે જણાવ્યું હતું કે લાંબોસમય ઘરમાં રહ્યા બાદ લોકોએ રજામાં મોટોપાયે ભેગાં થતાં કોરોનાના કેસમાં વધારો થયા બાદ કુદરતી રીતે જ કેસમાં ઘટાડો થયો છે.આ પ્રકારની વધઘટ અગાઉ પણ જોવા મળી છે એ જોતાં રજાઓમાં થયેલી લોકોની અવરજવર પ્રમાણે જ કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થયો હતો.

આમ વ્હાઇટ હાઉસના કોરોના સલાહકાર એન્ડી સ્લાવિટે જણાવ્યું હતું કે આ મહિનાના અંતથી 1000 કરતાં વધારે જવાનો રસીકરણ કેન્દ્રો પર સહાય કરશે.ત્યારે સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટિને આ કામને મંજૂરી આપી દીધી છે અને 10 દિવસમાં જ જવાનોને તહેનાત કરવામાં આવશે.ત્યારે બીજીતરફ ધ ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશને જાહેર કર્યું હતું કે પ્રમુખ જો બાઇડને બહાર પાડેલા આદેશ અનુસાર જે લોકો જાહેર પરિવહન સેવામાં માસ્ક ન પહેરે તેમને 250 થી માંડીને 1500 ડોલરનો દંડ કરવાની ભલામણ કરવામાં આવી છે.આમ જે લોકો ફરી આ કાયદાનો ભંગ કરશે તેમને વધારે દંડ કરવામાં આવશે.આમ બાઇડને ટ્રેન,વિમાન,બસ તથા જાહેર પરિવહનના તમામ વાહનો તથા ટર્મિનલો પર માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું હતું.આ આદેશનો અમલ કરાવવાની જવાબદારી ટ્રાન્સપોર્ટેશન એડમિનિસ્ટ્રેશનની છે.

દુનિયામાં કોરોનાના નવા 1,32,240 કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા 106,032,315 થઈ છે.જ્યારે 3,953 જણાના મોત થતાં કોરોનાનો કુલ મરણાંક 23,11,717 થયો હતો.બીજીતરફ ચીને તેની બીજી કોરોના રસીને શરતી મંજૂરી આપી છે.ચીનના ડ્રગ રેગ્યુલેટરે સ્થાનિક ફાર્મા કંપની સાઇનોવેક બાયોટેકની કોરોના રસીને શરતી મંજૂરી આપી છે.આ દરમ્યાન નેપાળને ચીને કોરોના રસીના પાંચ લાખ ડોઝ આપવાની જાહેરાત કરી છે.