લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તરપ્રદેશ રાજ્યમાં આગામી 10 મે સુધી પ્રતિબંધો લાગુ રહેશે

ઉત્તરપ્રદેશમાં લોકડાઉનનો સમય લંબાવવામાં આવ્યો છે.જેમાં પહેલા 6 મે સવારે 7:00 વાગ્યા સુધી પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ હવે આગામી 10 મે સોમવાર સવારે 7:00 વાગ્યા સુધી સમગ્ર પ્રદેશમાં લોકડાઉન લાગુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં લોકડાઉન દરમિયાન જે છૂટ મળી છે તે શરતી રીતે લાગુ રહેશે.આમ ઉત્તરપ્રદેશમાં કોરોનાના કેસોની સંખ્યા ખૂબ જ વધી રહી છે. જેમાં પંચાયતની ચૂંટણી બાદ ઉત્તરપ્રદેશના દરેક ગામમાં સંક્રમણનું જોખમ વર્તાઈ રહ્યું છે.જેના કારણે સરકારે લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે.આ સિવાય સરકારે તમામ જિલ્લા પ્રશાસનને ગામડાઓમાં વેક્સિનેશન અને સેનિટાઈઝેશન ઝડપી કરવા નિર્દેશ આપ્યો છે.લોકડાઉન દરમિયાન આવશ્યક વસ્તુઓ,દવાની દુકાન સહિતનો ઈ-કોમર્સ પુરવઠો ચાલુ રાખવામાં આવશે.