લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તરપ્રદેશના વારાણસી,કાનપુર,પ્રયાગરાજ,લખનઉ તેમજ ગોરખપુરમાં સંપૂર્ણ લોકડાઉન કરાયું

કોરોના વાયરસને ઘ્યાને રાખીને ઉત્તરપ્રદેશની અલ્લાહાબાદ હાઇકોર્ટે રાજ્ય સરકારને આગામી 26 એપ્રિલ સુધી પાંચ પ્રભાવિત શહેરોમાં લોકડાઉન કરવાનો આદેશ આપ્યો છે.આમ કોર્ટ દ્વારા આપવામાં આવેલો આ આદેશ આજે રાતથી લાગુ થશે.જે દરમિયાન તમામ શહેરોમાં આવશ્યક સેવાઓની દુકાનો સિવાયની તમામ દુકાન,હોટેલ,ઓફિસ તેમજ સાર્વજનિક સ્થાનો બંધ રહેશે,તેમજ મંદિરોમાં થતી પૂજા પર પણ રોક લગાવવામાં આવી છે.જે અંતર્ગત તમામ શોપિંગ મોલ્સ અને કોમ્પલેક્સ તેમજ શૈક્ષણિક સંસ્થાનો પણ 26 એપ્રિલ સુધી બંધ રહેશે. જે આદેશ શિક્ષકો,ઇન્સ્ટ્રક્ટર તેમજ અન્ય સ્ટાફને પણ લાગુ પડશે.આ સિવાય કોઇપણ સામાજિક અને સાંસ્કૃતિક આયોજનોને મંજૂરી આપવામાં આવશે નહી,જે લગ્નો પહેલાથી નક્કી છે તેમને જિલ્લાધિકારીઓની મંજૂરી લેવી પડશે.