લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તરપ્રદેશના લખનઉમાં ઓક્સિજન પ્લાંટમાં રિફીલિંગ સમયે વિસ્ફોટ થતાં બે લોકોના મોત થયા

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરતા સમયે સિલિન્ડર ફાટતા બે લોકોના મોત થયા છે.જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.આમ ઘટનાની જાણ થતા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.જે દુર્ઘટના ચિનહટના કેટીના ઓક્સિજન પ્લાન્ટમાં બની છે.જેમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આમ આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે પ્લાન્ટની ઉપર આવેલો શેડ પણ હવામાં ઉડી ગયો હતો.આમ રાજ્યની રાજધાનીમા ઓક્સિજન સંકટ ઉભું થયું છે ત્યારે લોકો ઓક્સિજન પ્લાંટ બહાર લાંબી લાઇનો લગાવી રહ્યા છે.