લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તરાખંડમાં કોરોના સંકટ વચ્ચે કેદારનાથ ધામના કપાટ ખુલ્યા

કોરોના સંકટ વચ્ચે ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા છે.જેમાં બાબા કેદારની પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલી પોતાના શીતકાલીન ગાદીસ્થળ ઓમકારેશ્વર મંદિર ઉખીમઠથી કેદારનાથ ધામ માટે રવાના થઈ હતી.જે રવિવારે કેદારનાથ પહોંચી હતી.આમ વર્તમાન સમયમાં કોરોનાને ધ્યાનમાં રાખીને બાબા કેદારની ડોલીને રથ દ્વારા ગૌરીકુંડ સુધી લઈ જવામાં આવી હતી.જ્યાં દેવ સ્થાનમ બોર્ડના કર્મચારીઓ,વેદપાઠી તેમજ પુજારી ડોલી સાથે ઉપસ્થિત રહ્યા હતા.આમ મંદિર ખોલતાની સાથે બાબાના દરબારને ફૂલોથી શણગારવામાં આવ્યો હતો.કોઈપણ તીર્થયાત્રી કે ભક્તને કેદારનાથ જવાની મંજૂરી અપાઈ નથી.આ સિવાય કેદારનાથમા મે મહિનામાં ભારે હિમવર્ષા થઈ રહી છે.