લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તરાખંડમાં બાળકોમાં કોરોના સંક્રમણ વધતાં 1000 કેસો નોધાયા

દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં કેસ ઘટી રહયા છે.ત્યારે ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ થઇ છે જેમાં બાળકો સંક્રમીત થઇ રહ્યા છે.ત્યારે છેલ્લા 10 દિવસમાં ઉતર ભારતના અનેક વિસ્તારોમાં 1000 જેટલા બાળકો કોરોના સંક્રમીત થયા હોવાના અહેવાલથી કેન્દ્ર સરકાર ચોંકી ઉઠી છે.જ્યારે દિલ્હીમાં 2 બાળકોના કોરોનાથી મૃત્યુ થતા સરકારે આ અંગે તપાસના આદેશ આપ્યા છે.આ સિવાય ઉતરાખંડમાં 9 વર્ષથી નીચેના 1000 જેટલા બાળકો કોરોના સંક્રમીત બન્યા છે અને વિવિધ હોસ્પીટલમાં ઇલાજ શરૂ કરાયો છે.આમ નૈનીતાલમાં છેલ્લા બે સપ્તાહમાં 30 જેટલા લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.