લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તરાખંડમાં વાયુસેનાના વિમાનો જંગલોની આગ બુઝાવશે

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને બુઝાવવા માટે વાયુસેનાના હેલિકોપ્ટર્સની મદદ લેવામાં આવશે.જેમાં એક હેલિકોપ્ટર ગૌચરમાં સ્ટેશન કરશે તેમજ ટિહરી સરોવર અને શ્રીનગર બાંધમાંથી પાણી ભરશે.જ્યારે બીજું હેલિકોપ્ટર હલ્દાનીમાં સ્ટેશન કરશે તેમજ ભીમતાલ અને નૌકુચિયાતાલ ખાતેથી પાણી ભરશે.જેમાં વાયુસેનાના બે MI-17 ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં 3 પાયલોટ અને 7 ક્રૂ મેમ્બર્સ સાથે લેન્ડ કરશે.આમ ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગવાની કુલ 993 ઘટનાઓ બની છે.જેના કારણે 1,304 હેક્ટર વનક્ષેત્ર પ્રભાવિત થયા છે.

જેમાં નૈનીતાલ,અલ્મોડા,પિથૌરાગઢ,બાગેશ્વર,હરિદ્વાર અને રૂદ્રપ્રયાગ સહિતના જિલ્લાઓ વધુ પ્રભાવિત થયા છે.જેમાં રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રીના કહેવા મુજબ જંગલોમાં આગ લાગવાની ઘટનાઓનું પ્રમાણ ઘટાડવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યો છે.આમ રાજ્યના આશરે 62 હેક્ટર વિસ્તારમાં આવેલા જંગલોમાં આગ ભભૂકી રહી છે.આ કારણે મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે ઈમરજન્સી બેઠક બોલાવી હતી.તેમજ કેન્દ્ર સરકારે પણ ઉત્તરાખંડ સરકારને સંપૂર્ણ સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું છે.જેમાં ગૃહમંત્રી અમિત શાહે એન.ડી.આર.એફ.ની ટીમને તૈનાત થવા આદેશ આપ્યો હતો.તે સાથે હેલિકોપ્ટર પણ મોકલી આપ્યા છે જેથી ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને કાબૂમાં લઈ શકાય.