લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતી મુસાફરો માટે રાજ્ય સરકારે મહત્વનો આદેશ આપ્યો

ઉત્તરાખંડમાં આવેલી હોનારતમાં ફસાયેલા ગુજરાતીઓને મદદ પહોંચાડવા માટે રાજ્ય સરકાર હરકતમાં આવી છે.ત્યારે મુખ્યમંત્રીએ ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓને મદદ સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને આદેશ આપ્યા છે.જેમાં મુખ્યમંત્રીએ મુખ્યસચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓને ઉત્તરાખંડના તંત્ર સાથે સંપર્ક કરી ત્યાં ફસાયેલા ગુજરાતીઓને શક્ય તમામ મદદ મળી રહે તે માટેનું આયોજન કરવાના આદેશ આપ્યા છે.

આમ ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટવાના કારણે મોટી હોનારત આવી છે.જેને લઈને તંત્ર એલર્ટ થઈ ચુક્યું છે.જેમાં વડાપ્રધાન અને ગૃહમંત્રીએ દેવભૂમિને શક્ય તમામ મદદ પહોંચાડવાનું આશ્વાસન આપ્યું છે.