લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હરિદ્વારમાં કુંભમેળાનો પ્રારંભ થયો પ્રથમ શાહીસ્નાન મહાશિવરાત્રીએ થશે

દેવભૂમિ ઉતરાખંડમાં કુંભમેળાનો આરંભ થઈ ગયો છે.જેમાં દેશભરમાંથી લોકો પવિત્ર ગંગામાં આસ્થાની ડુબકી લગાવવા આવી પહોંચ્યા છે. કુંભમેળામાં સૌથી વધુ આકર્ષણ અને મહત્વ શાહીસ્નાનનું હોય છે.જેમાં દેશ-દુનિયાના લોકોની સાથે સાથે અખાડાના સાધુઓ શાહીસ્નાન કરતા હોય છે.આમ શાહીસ્નાન માટે નીકળતી અખાડાઓની યાત્રાઓ ભવ્ય અને આકર્ષક હોય છે જેમા ભારતની સમૃદ્ધ આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળતી હોય છે.

આમ લલાટ પર ત્રિપુંડ,શરીરમાં ભસ્મ લગાવેલા બાવાઓનો હઠયાંગ હોય કે સાધના,વિદ્વાનોના પ્રવચન,અખાડાના લંગર,અધ્યાત્મ અને ધર્મ પર ચર્ચા બધું કુંભમેળામાં જોવા મળે છે.આમ હરિદ્વાર કુંભમેળામાં પ્રથમ શાહીસ્નાન આગામી 11મી માર્ચે છે.જે દિવસે મહાશિવરાત્રી છે.જ્યારે બીજું શાહીસ્નાન 12 એપ્રિલે છે એ દિવસે સોમવતી અમાસ છે.જે દિવસે લોકો પિતૃઓનું તર્પણ કરે છે પિતૃઓની તૃપ્તિ માટે પીંડદાન કરવામાં આવે છે.જ્યારે ત્રીજું મુખ્ય શાહીસ્નાન 14 એપ્રિલે છે જે દિવસ મેષ સંક્રાંતિ છે.આમ આ દિવસે દેશ-દુનિયામાંથી આવેલા સાધુ-સંતો પવિત્ર ગંગામાં આસ્થાની ડુબકી લગાવે છે,જયારે અંતિમ શાહીસ્નાન 27 એપ્રિલને વૈશાખી પૂનમે થશે.