લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વિજય હઝારે ટ્રોફી- મુંબઈ અને ઉત્તરપ્રદેશની ટીમો સેમીફાઇનલમાં પહોચી

વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈની ટીમ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તરપ્રદેશ અને દિલ્હીની ટીમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. ત્યારે ઉત્તરપ્રદેશની ટક્કર ગુજરાત સામે થશે.જેમાં ગુજરાત સળંગ 6 મેચ જીતીને સેમીફાઇનલમાં પહોંચ્યું છે.જ્યારે બીજીતરફ સેમીફાઇનલમાં મુંબઈ-કર્ણાટક સામે ટકરાશે.જેમાં મુંબઈ અને કર્ણાટક એકપણ મેચ હાર્યા વગર સેમીફાઇનલમાં પહોંચ્યા છે.આ બંને મેચ ૧૧મી માર્ચે રમાશે.

સૌરાષ્ટ્રે ટોસ જીતીને બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લીધા પછી ૮૫ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી.ત્યારે સમર્થ વ્યાસે ૭૧ બોલમાં અણનમ ૯૦ રન કર્યા હતા જ્યારે ચિરાગ જાનીએ ૩૮ બોલમાં ૫૩ રન કર્યા હતા. મુંબઈએ કેપ્ટન પૃથ્વી શોના ૧૨૩ બોલમાં અણનમ ૧૮૫ રનથી ૪૧.૫ ઓવરમાં એક વિકટે ૨૮૫ રન કરી મેચ જીતી લીધી હતી.

ઉત્તરપ્રદેશે દિલ્હી સામે વિજય મેળવ્યો જેમાં કેપ્ટન કરણ શર્મા અને વિકેટકીપર ઉપેન્દ્ર યાદવની મહત્ત્વની ભૂમિકા હતી.ઉત્તરપ્રદેશે ૬૬ રનમાં ચાર વિકેટ ગુમાવી હતી.ત્યારે ઉપેન્દ્ર યાદવે ૧૦૧ બોલમાં ૧૧૨ રન ફટકાર્યા હતા.જેમાં તેણે શર્મા અને સંદીપ ચૌધરી સાથે ભાગીદારી નોંધાવી હતી.કેપ્ટન અને વિકટેકીપરે ૧૩૩ બોલમાં ૧૨૯ રનની ભાગીદારી નોંધાવી ઉત્તરપ્રદેશને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું.તેના પછી આવેલા ચૌધરીએ ૩૫ બોલમાં અણનમ ૪૩ રન કરતા ઉત્તરપ્રદેશે ૭ વિકેટે ૨૮૦ રનનો સ્કોર ખડકવામાં સફળતા મેળવી હતી.ઉત્તરપ્રદેશના આ લક્ષ્યાંક સામે દિલ્હીએ ૨૦ ઓવર પૂરી થતા સુધીમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.ત્યારબાદ લલિત યાદવ અને અનુજ રાવતે ૧૦૪ રનની ભાગીદારી નોંધાવી હતી.આ ભાગીદારીએ દિલ્હીના વિજયની આશા ઊભી કરી હતી.પરંતુ તેમના આઉટ થયા પછી દિલ્હીના વિજયની આશાનો અંત આવી ગયો અને દિલ્હીની ટીમે ૪૮.૧ ઓવરમાં ૨૩૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.