લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વિનેશ ફોગાટે રોમમાં કુસ્તી સ્પર્ધા જીતી વિશ્વમાં નંબર-1 બની

ભારતીય પહેલવાન વિનેશ ફોગાટે રોમમાં માટિયો પૈલિકોન રેન્કિંગ કુસ્તી સિરીઝમાં જીત મેળવીને સતત બીજા સપ્તાહે બીજો ગોલ્ડમેડલ હાંસલ કરી પોતાના વજન-વર્ગમાં ફરી નંબર એક રેન્કિંગ હાંસલ કરી લીધી છે.વિશ્વ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક વિજેતા ૨૬ વર્ષની વિનેશે ટોકિયો ઓલિમ્પિક સ્પર્ધા માટે ક્વોલિફાઇ કરનારી એકમાત્ર ભારતીય મહિલા પહેલવાન છે.તેણે ૫૩ કિલોગ્રામની ફાઇનલમાં કેનેડાની ડાયના મેરી હેલન વિકરને ૪-૦થી પરાજિત કરી હતી.આ ભારતીય પહેલવાને સ્પર્ધામાં વિશ્વની નંબર ત્રણ ખેલાડી તરીકે પ્રવેશ કર્યો હતો અને ૧૪ પોઇન્ટ મેળવીને ફરી નંબર એક ખેલાડી બની છે. કેનેડાની પહેલવાન ટૂર્નામેન્ટ અગાઉ ૪૦મા ક્રમ પર હતી જોકે હવે તે બીજા ક્રમ પર પહોંચી ગઈ છે.વિનેશે ટૂર્નામેન્ટમાં એકપણ પોઇન્ટ ગુમાવ્યો નથી,. તેણે ત્રણ મુકાબલામાંથી બે મુકાબલામાં સામેવાળા પહેલવાનને ચિત્ત કરી દીધો હતો.આ દરમિયાન સરિતા મોરે ૫૭ કિલોગ્રામમાં સિલ્વરમેડલ હાંસલ કર્યો હતો.