ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને વિઝડન અલમૈનાકે વર્ષ 2010ના દાયકાનો સર્વશ્રેષ્ઠ વન-ડે ક્રિકેટર પસંદ કર્યો છે,જ્યારે ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સને સતત બીજા વર્ષે સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કર્યો છે.આમ કોહલીએ ઓગસ્ટ,2008માં શ્રીલંકા વિરુદ્ધ વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેઓએ 254 વન-ડેમાં 12,169 રન બનાવ્યા છે.આમ વર્ષ 1971 થી વચ્ચે દરેક દાયકા માટે એક સર્વશ્રેષ્ઠ ક્રિકેટરને પસંદ કરવામાં આવ્યો છે.ત્યારે કોહલીને વર્ષ 2010ના દશક માટે પસંદ કરવામાં આવ્યો છે.જેમાં કોહલીએ છેલ્લા 10 વર્ષમાં 11,000થી વધુ રન કર્યા છે.જેમા 42 સદીઓનો સમાવેશ થયેલો છે.આ સિવાય સચિન તેંડુલકરને 90ના દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર પસંદ કરવામાં આવ્યો છે.જેમાં તેંડુલકરે ઇ.સ 1998માં 9 વન-ડે સદી ફટકારી હતી.જ્યારે ભારતના વિશ્વકપ વિજેતા કેપ્ટન કપિલ દેવને વર્ષ 80ના દાયકાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved