ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન ઇંગ્લેન્ડ સામે અમદાવાદમાં શરૂ થનારી પાંચ ટી-૨૦ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં એક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.જે મેચમાં વિરાટ કોહલી ૭૨ રન કરી શકે તો ઇતિહાસ રચી શકે તેમ છે.આ કરવાથી કોહલી આંતરરાષ્ટ્રીય ટી-૨૦ ક્રિકેટમાં ૩,૦૦૦ રન પૂરા કરનારો પ્રથમ ખેલાડી બની જશે.આમ કોહલી આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં અત્યારસુધીમાં ૨,૯૨૮ રન કરી ચૂક્યો છે.કોહલીએ ટી-૨૦માં ૨૫ અડધી સદી અને ૮૧ છગ્ગા ફટકાર્યા છે.કોહલી બાદ રન બનાવવામાં ગુપ્ટિલ અને રોહિત શર્મા આવે છે.જેમાં ગુપ્ટિલે ૨,૮૩૯ રન જ્યારે રોહિત શર્માએ ૨,૭૭૩ રન કર્યા છે.ભારત જો ઇંગ્લેન્ડ સામેની ટી-૨૦ સિરીઝ જીતશે તો તે આ સળંગ સાતમી દ્વિપક્ષીય સિરીઝ જીતશે. વેસ્ટઇન્ડિઝ સામે ૨૦૧૯માં રમાયેલી ટી-૨૦ સિરીઝને જીતવાની સાથે ભારત અત્યારસુધી સળંગ 6 ટી-૨૦ સિરીઝ જીતી ચૂક્યું છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved