લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / વોરેન બફેટ 100 અબજ ડોલરની ક્લબમાં સામેલ થનારા વિશ્વના છઠ્ઠા ઉદ્યોગપતિ બન્યા

અમેરિકન બિઝનેસમેન વોરેન બફેટની સંપત્તિ 100 અબજ ડોલરને પાર થઈ ગઈ હતી.આ સાથે તેઓ 100 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા બિઝનેસમેનની ક્લબમાં સામેલ થયા હતા.આમ બફેટ આ ક્લબમાં સામેલ થનારા દુનિયાના છઠ્ઠા ઉદ્યોગપતિ છે.કંપનીના શેરમાં અણધાર્યો ઉછાળો આવતા બફેટની સંપત્તિ 100.4 અબજ ડોલર થઈ ગઈ હતી.90 વર્ષના વોરેન બફેટ બર્કશાયર હેથવેના ચેરમેન છે.
વોરેન બફેટ પહેલાં જેફ બેઝોસ, ઈલન મસ્ક, બિલ ગેસ્ટ, બર્નાર્ડ આર્નોલ્ટ અને માર્ક ઝકરબર્ગ આ ક્લબમાં સામેલ થઈ ચૂક્યા છે. આ પાંચ ઉદ્યોગપતિની સંપત્તિ 100 અબજ ડોલર કે તેનાથી વધુ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્ષમાં અત્યારે વોરેન બફેટ છઠ્ઠા ક્રમે છે.જેફ બેઝોસ પ્રથમ,ઈલન મસ્ક બીજા,બિલ ગેટ્સ ત્રીજા,બર્નાર્ડ આર્નોલ્ટ ચોથા,માર્ક ઝકરબર્ગ પાંચમા ક્રમે છે.જેમાં મુકેશ અંબાણી 84.7 અબજ ડોલરની સંપત્તિ સાથે 10મા ક્રમે છે.100 અબજ ડોલરની ક્લબમાં પાંચ અમેરિકન ઉદ્યોગપતિઓ સામેલ છે.