લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પ.બંગાળમાં 7મા તબક્કાના મતદાનમાં મંત્રીઓ સહિત દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર જોવા મળશે

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે.ત્યારે આ તબક્કામાં 36 બેઠકો પર મતદાન થવાનું હતું પરંતુ જંગીપુર અને શમશેરગંજ બેઠકોના એક-એક ઉમેદવારનું કોરોનાના કારણે અવસાન થતા 34 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.આમ આ તબક્કામાં કુલ 268 ઉમેદવારો મેદાનમાં છે જેમાં 37 મહિલા ઉમેદવારનો પણ સમાવેશ થાય છે.આમ બંગાળ ચૂંટણીના સાતમા તબક્કા દરમિયાન જે 34 બેઠકો પર મતદાન થવાનું છે તે 5 જિલ્લાઓમાં ફેલાયેલી છે.જેમાં દક્ષિણ દિનાપુર અને માલદા જિલ્લાની 6-6,મુર્શિદાબાદની 9,કોલકાતાની 4 અને બર્દવાનની 9 વિધાનસભા બેઠકો સામેલ છે.આમ પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અગ્નિમિત્રા પાલ ભાજપની ટિકિટ વડે ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહી છે,જ્યારે ટી.એમ.સીએ અભિનેત્રી સાયોની ઘોષને ટિકિટ આપી છે.