Error: Server configuration issue
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજનીતિ ગરમાયેલી છે.ત્યારે રાજ્યમાં ચૂંટણીની તારીખોની જાહેરાત આગામી 22 ફેબ્રુઆરીએ થઈ શકે છે.આમ નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ બંગાળની મુલાકાતે આવી રહ્યાં છે.જેમાં તેઓ અનેક યોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે તે બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની શક્યતાઓ જણાઈ રહી છે.
આમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી એપ્રીલ-મે મહિનામાં યોજાય છે.જેમાં ચૂંટણીપંચે પણ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.જ્યારે બીજીબાજુ મુખ્યમંત્રી મમત બેનર્જી પણ એક પછી એક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી રહ્યાં છે.ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતા જ આચારસહિંતા લાગૂ થઈ જશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved