લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બંગાળને વિધાનસભા ચૂંટણી પહેલા 5 હજાર કરોડની પરિયોજનાઓની ભેટ મળશે

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કમળ ખિલવવા માટે ભારતીય જનતા પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે.આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારની ત્રણ પરિયોજનાઓના ઉદઘાટન અર્થે સાત ફે્બ્રુઆરીએ પશ્ચિમ બંગાળના હલ્દિયાની મુલાકાત લેશે.હલ્દિયામાં વડાપ્રધાન જે ત્રણ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે તેનો ખર્ચ આશરે 5 હજાર કરોડ રૂપિયા હોવાનો અંદાજો છે.

આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળની આ મુલાકાત એપ્રિલ-મેમાં વિધાનસભા ચૂંટણીને લઇને અતિમહત્વની માનવામાં આવી રહી છે.આમ ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 200થી વધુ સીટો જીતવાનો લક્ષ નક્કી કર્યો છે.આમ પીએમ મોદીની 15 દિવસમાં બંગાળની આ બીજી મુલાકાત છે.આ પહેલા તેઓ 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોસ જયંતી પર બંગાળ ગયા હતા.