લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નાનાભાઇનું કોરોનાથી નિધન થયું

પશ્ચિમ બંગાળમાં વર્તમાન સમયમાં બીજી વખત સત્તા પર આવેલા મુખ્યમંત્રી મમતા બેનરજીના નાનાભાઇ અસીમ બેનરજીનું કોરોનાના કારણે નિધન થયું છે.આમ અસીમ બેનરજી છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમણની સારવાર હેઠળ હતા અને તેમને કલકતાની મેડિકા હોસ્પિટલમાં સઘન સારવાર અપાઇ રહી હતી.પરંતુ બચાવી શકાયા ન હતા.આમ તેમની અંતિમવિધિ કોરોના પ્રોટોકોલ મુજબ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે.આમ પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે અત્યારસુધી 10 હજારથી વધુ લોકો સંક્રમણનો શિકાર બન્યા છે.