લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પશ્ચિમ બંગાળ વિધાનસભામા મમતા બેનર્જીએ 291 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ,મુખ્યમંત્રી નંદીગ્રામથી ચૂંટણી લડશે

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ 291 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે.આમ ટી.એમ.સીના લિસ્ટમાં એવા 100 ચહેરાઓ છે જેમને પ્રથમવાર તક આપવામાં આવી રહી છે.આમ આ પક્ષ દાર્જિલિંગની 3 બેઠકો પર ચૂંટણી લડશે નહી.જે બેઠકો પાર્ટીની સહયોગી પાર્ટી માટે છોડવામાં આવી છે.આમ મુખ્યમંત્રી નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડશે.મમતાની સરકારમાં નાણાપ્રધાન રહેલા અમિત મિત્રા ચૂંટણી લડશે નહી.ત્યારે વર્તમાન સમયના 24 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે.આમ મુખ્યમંત્રીએ ટી.એમ.સીને ટેકો આપવા બદલ તેજસ્વી યાદવ,અરવિંદ કેજરીવાલ,હેમંત સોરેન અને શિવસેનાનો આભાર વ્યક્ત કર્યો છે.આમ તેઓ 9 માર્ચે નંદીગ્રામ જશે તેમજ આગામી 10 માર્ચે હલ્દિયામાં ઉમેદવારી નોંધાવશે.આમ તૃણમૂલ ચૂંટણી સમિતિની અંતિમ બેઠકમાં 12 મુખ્ય નેતાઓ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચિમ બંગાળમાં આ વખતે 8 તબક્કામાં મતદાન યોજાશે.આમ 294 બેઠકોવાળી વિધાનસભા માટે મતદાન 27 માર્ચ (30 બેઠકો),1 એપ્રિલ (30 બેઠકો),6 એપ્રિલ (31 બેઠકો),10 એપ્રિલ (44 બેઠકો),17 એપ્રિલ (45 બેઠકો),22 એપ્રિલ (43 બેઠકો),26 એપ્રિલ (36 બેઠકો),29 એપ્રિલ (35 બેઠકો) યોજાવાનું છે.જ્યારે 2 મેના રોજ મતગણતરી કરવામાં આવશે.આમ મમતા બેનર્જી છેલ્લા 10 વર્ષથી બંગાળમા મુખ્યમંત્રી છે.