લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજભવન ખાતે શપથગ્રહણ કર્યા

પ.બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ મમતા બેનર્જીએ ત્રીજીવાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યા હતા.આમ આ સાથે બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર બની ગઈ છે.શપથગ્રહણ સમારોહના કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર મમતા બેનર્જી અને રાજ્યપાલ જગદીપ ધનખડ જ જોવા મળ્યા હતા.જેમાં બંનેએ એકબીજા સામે હાથ જોડીને અભિવાદનનો સ્વીકાર કર્યો હતો.આ સમારંભમાં ટીએમસીના ચૂંટણી રણનીતિકાર રહી ચુકેલા પ્રશાંત કિશોર ઉપસ્થિત રહ્યા હતા.તે સિવાય મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ પણ હાજરી આપી હતી.રાજ્યની 292 બેઠકોમાંથી 213 બેઠકો પર ટીએમસીએ વિજય મેળવ્યો હતો,જ્યારે ભાજપે 77 બેઠકો પર જીત મેળવી હતી.