લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મમતા બેનરજીએ મહાદેવજીના મંદિરમાં પૂજાપાઠ પછી ઉમેદવારી નોંધાવી હતી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નંદીગ્રામમાંથી આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે.મમતા બેનરજીએ ઉમેદવારી નોંધાવતા પહેલા શિવમંદિરમાં પૂજા માટે ગયા ત્યારબાદ પદયાત્રા કાઢી ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા.ત્યારે બીજીતરફ મમતા બેનરજીના હરિફ ઉમેદવાર શુભેન્દ્રુ અધિકારીએ નંદીગ્રામમાં પોતાના કાર્યાલયનુ ઉદઘાટન કરી દીધુ છે.આમ જે મંદિરમાં મમતા બેનરજીએ પૂજા કરી હતી તે મંદિર 1000 વર્ષ જુનુ છે.મમતા બેનરજી ઉમેદવારી નોંધાવવા માટે ગયા ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાયા હતા.એકસમયે મમતાના સેનાપતિ ગણાતા શુભેન્દ્ર અધિકારી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આ મુકાબલા પર દેશની નજર રહેશે.