લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર વચ્ચે કોરોના સંક્રમણ વધ્યુ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર વચ્ચે કોરોનાના સંક્રમણે પણ વેગ પકડ્યો છે.ત્યારે બંગાળમાં કોરોનાથી થતા મોતની ટકાવારી 1.7 ટકા થઈ છે.જે દેશમાં ત્રીજા ક્રમે છે જે મહારાષ્ટ્ર જેટલું જ છે.જ્યારે સમગ્ર દેશમાં મોતની ટકાવારી 1.3 ટકા છે.આમ કોરોના સંક્રમણની બાબતમાં બંગાળ દેશમાં 7માં ક્રમે છે.આમ બંગાળમાં સંક્રમણનો દર 6.5 ટકા જેટલો છે.જ્યારે પાડોશી રાજ્યો બિહાર,ઝારખંડ,આસામ અને ઓરિસ્સા કરતા સંક્રમણ વધ્યુ છે.જેમાં છેલ્લા સાત દિવસથી બંગાળમાં રોજના 3000 જેટલા નવા દર્દીઓ આવી રહ્યા છે,જ્યારે બિહારમાં 2122,ઝારખંડમાં 1734 કેસ નોંધાઈ રહ્યા છે.જ્યારે આસામમા 234 નવા કેસો નોંધાય છે.આમ વર્તમાન સમયમાં બંગાળની સ્થિતિ મહારાષ્ટ્ર,પંજાબ તેમજ કેરાલા કરતા સારી છે.પરંતુ જે રીતે નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે તે ચિંતાની વાત છે.