લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પ.બંગાળમાં મમતા બેનર્જી શરૂ કરશે મા કેન્ટીન, 5 રૂ.માં ભોજન મળશે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 5 રૂપિયામાં ભરપેટ ભોજન આપતી સ્કીમની કોલકાતાથી શરૂઆત કરશે.આમ થોડા મહિનાઓમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મમતા સરકાર દ્વારા આ સ્કીમને ‘મા’ નામ આપ્યું છે.આમ આ યોજનાનું નામ તૃણમૂલ કોંગ્રેસના નારા મા,માટી ઔર માનુષ સૂત્રમાંથી લેવામાં આવ્યું છે.આમ શરૂઆતના દિવસોમાં યોજના કોલકાતામાં જ લોન્ચ કરવામાં આવશે ત્યારબાદ રાજ્યના અન્ય હિસ્સાઓમાં તેને શરૂ કરવામાં આવશે.આ માટે કોલકાતામાં 16 કોમન કિચન તૈયાર કરવામાં આવ્યા છે.

આમ ટૂંકસમયમાં જ આ યોજનાનો સમગ્ર રાજ્યમાં વિસ્તાર કરવામાં આવશે.આમ ટીએમસી સરકારે આ પહેલા લોકડાઉનમાં પ્રવાસી મજૂરો માટે કોમ્યુનિટી કિચનની શરૂઆત કરી હતી.

આમ ટીએમસી ઉપરાંત સીપીએમએ પણ ગરીબો અને મજૂરો માટે ‘શ્રમજીવી કેન્ટિન’ નામથી શાકાહારી થાળીવાળી કેન્ટિન શરૂ કરી હતી.સીપીએમએ કેન્ટિન ઉપરાંત 50 હેલ્થ ક્લિનીકની પણ શરૂઆત કરી હતી.આમ આગામી દિવસોમાં રાજ્યમાં કેન્ટિન પોલિટિક્સ શરૂ થાય તેમ જણાઈ રહ્યું છે.આમ ટીએમસીએ કોરોનાકાળમાં વિદ્યાર્થીઓને મિડ-ડે મિલના બદલે રાશન આપ્યું હતું.