લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પ.બંગાળ વિધાનસભા ચૂંટણીમા કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જારી કરી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમા વર્ષ 2021 માટે કોંગ્રેસ પક્ષે 30 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જારી કરી હતી.જેમાં કોંગ્રેસે સ્ટાર પ્રચારકોમાં પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધી,પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ,રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી,સચિન પાયલટ,નવજોત સિંહ સિદ્ધુ,અભિજીત મુખર્જી અને મોહમ્મદ અઝહરુદ્દીનને સામેલ કર્યા હતા.

આ પહેલા બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સામેલ હતું. આ યાદીમાં અભિનેતા મિથુન ચક્રવર્તીને સામેલ કરાયા હતા.આ સિવાય સુવેન્દુ અધિકારી તેમજ રાજીવ બેનરજીને સ્ટાર પ્રચારકોમાં સ્થાન આપ્યું હતું.આમ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસી અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ લડાય એવી શક્યતાઓ છે.જેમાં બંને પક્ષો બંગાળમાં સત્તા મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.