લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં છઠ્ઠા તબક્કાના મતદાનની શરૂઆત કરાઇ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની 43 બેઠકો પર ગુરૂવાર સવારથી છઠ્ઠા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે.જે તબક્કામાં ભાજપ નેતા મુકુલ રોય સહિત 306 ઉમેદવારોની પરીક્ષા છે.આ સાથે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં કેન્દ્રીય સુરક્ષા દળોની 1071 કંપનીઓ લગાવવામાં આવી છે.આમ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોયે નોર્થ 24 પરગણા જિલ્લાના કાંચરાપાડા ખાતે બૂથ નંબર 141 પર મતદાન કર્યું હતું ત્યારે પશ્ચિમ બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ તેમજ સાંસદ અર્જુનસિંહે પણ નોર્થ 24 પરગણાના જગતદલ ખાતે બૂથ નંબર 144માં મતદાન કર્યું હતું ત્યારે ભાટપારાના ભાજપના ઉમેદવાર પવનસિંહ પણ તેમના સાથે ઉપસ્થિત રહ્યા હતા.