પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શપથગ્રહણ કર્યા બાદ રાજ્યમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાને લઇને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.જેમાં તેમણે ગુરુવારથી રાજ્યની તમામ લોકલ ટ્રેનો બંધ રહેશે તેમજ એરપોર્ટ પર પણ તમામ યાત્રીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવા અને માસ્ક ફરજિયાત કરવા અંગે કહ્યું હતું.રાજ્યની તમામ સરકારી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ ચલાવવાનુ રહેશે.જ્યારે બીજીતરફ શોપિંગ મોલ,કોમ્પલેક્ષ,સ્વિમિંગ પૂલને આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવશે.રાજ્યમાં સામાજિક,સાંસ્કૃતિક,શૈક્ષણિક અને મનોરંજનના કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.મેટ્રો સહિતના તમામ પરિવહન સાધનોમાં 50 ટકા ક્ષમતા સાથે મુસાફરી કરવાની રહેશે તેમજ એરપોર્ટ પર 72 કલાકના આરટીપીસીઆર રિપોર્ટ સિવાય કોઇને પણ પ્રવેશ આપવામાં આવશે નહી.આ સિવાય ખાનગી ઓફિસના 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે.આભૂષણની દુકાનો બપોરે 12 થી 3 વાગ્યા સુધી ખોલવાની રહેશે.રાજ્યની તમામ બેંકો સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી જ કામ કરશે.હોમ ડિલિવરીને પ્રોત્સાહન આપવામાં આવશે ઇમરજન્સી સેવાઓના કર્મચારીઓને છૂટ મળશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved