લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વેસ્ટઈન્ડિઝ-શ્રીલંકા વચ્ચેની ટી-20 ઈન્ટરનેશનલ શ્રેણી વેસ્ટઈન્ડિઝ ટીમે જીતી લીધી

વેસ્ટઈન્ડિઝ-શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી-20 ઈન્ટરનેશનલ શ્રેણી રમાઈ હતી.જેની અંતિમ મેચમાં શ્રીલંકન ટીમના કેપ્ટન એન્જલો મેથ્યુઝે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.પરંતુ શ્રીલંકન ટીમ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 131 રન બનાવી શકી હતી.જેમાં દિનેશ ચંદીમલે 54 રન બનાવ્યા હતા.જ્યારે અશેન બાંદ્રાએ 44 રનની ઈનિંગ રમી હતી.ત્યારે વિન્ડિઝ ટીમને જીત માટે છેલ્લે 12 બોલમાં 20 રન બનાવવાના હતા.ત્યારે ફેબિયન એલને 6 બોલમાં અકિલા ધનંજયાની એક ઓવરમાં 3 છગ્ગા લગાવ્યા અને મેચ પૂરી કરી દીધી હતી.આમ શ્રેણીની અંતિમ મેચમાં ઓલરાઉન્ડર ફેબિયન એલને તોફાની બેટિંગ કરીને ટીમને મેચ અને 2-1થી જીતાડી દીધી હતી.