લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / વેસ્ટ ઈન્ડિઝના જ્વાળામુખીનો સલ્ફર ડાયોક્સાઈડ વાયુ ભારતના આકાશમાં આવ્યો

વેસ્ટ ઈન્ડિઝના ટાપુ સમુહ પર ફાટેલા જ્વાળામુખીમાંથી ફેંકાયેલો ઝેરી વાયુ સલ્ફર ડાયોક્સાઈડ ભારતના આકાશ સુધી પહોંચ્યો છે.આમ મધ્ય અમેરિકા પાસે આવેલા અને વેસ્ટ ઈન્ડિઝ તરીકે ઓળખાતા ટાપુ સમુહના સેન્ટ વિન્સેન્ટ ટાપુ પરનો લા સુફિએર જ્વાળામુખી 10મી એપ્રિલથી સક્રિય થયો છે.જેના પેટાળમાંથી લાવા બહાર નીકળી રહ્યો છે અને સલ્ફર ડાયોક્સાઈડ સાથે ધૂળ તેમજ રાખના વાદળો આકાશમાં ચડી રહ્યા છે.જ્વાળામુખીની રાખ-ધૂળમાં સલ્ફર ડાયોક્સાઈડનુ પ્રમાણ વધુ હોય છે.

આમ વર્લ્ડ મિટિરિયોલોજીકલ ઓર્ગેનાઈઝેશનના કહેવા મુજબ વાયુ ભારતના આકાશ સુધી પહોંચી ચૂક્યો છે.જે વાયુ હવાને વધુ પ્રદૂષિત કરશે અને જો વાયુ આકાશમાં હશે એ દરમિયાન વરસાદ આવશે તો પછી એસિડ વરસાદ થશે.કેરેબિયન ટાપુ સમુહ ભારતથી 15,000 કિલોમીટર દૂર છે.પરંતુ ત્યાંની કુદરતી હોનારતની અસર આપણા સુધી પહોંચી છે.આમ અત્યારે સક્રિય થયેલો આ જ્વાળામુખી ડિસેમ્બર 2020માં પણ સક્રિય હતો.આ પહેલા મોટેપાયે જ્વાળામુખી ફાટવાની ઘટના ઇ.સ 1979માં બની હતી.વર્તમાન સમયમાં ધરતી પર વિવિધ ખુણે નાના-મોટા 45 જ્વાળામુખીઓ વત્તા-ઓછા અંશે સક્રિય છે.

યુરોપમાં સક્રીય થયેલા જ્વાળામુખી માઉન્ટ એટનાનો સલ્ફર પણ યુરોપના આકાશને ધમરોળી રહ્યો છે.પરંતુ તેનું પ્રમાણ અત્યારે મર્યાદિત છે. પરંતુ 2021માં અત્યારસુધીમાં સક્રિય થયા હોય અને પાછા શાંત પડી ગયા હોય એવા જ્વાળામુખીની સંખ્યા 49 થાય છે.આમ વર્ષ 2020માં 67 જ્વાળામુખીઓ સક્રિય થયા હતા.