લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / વિશ્વ બેન્કની આગાહી મુજબ વર્ષ 2021-22માં ભારતની જીડીપી 7.5 થી 12.5 ટકા રહેશે

ભારત સહિત સમગ્ર દુનિયાના દેશોમાં કોરોનાની નવી લહેર વચ્ચે વિશ્વ બેન્કે વર્ષ 2021-22ના નાણાકીય વર્ષમાં ભારતની જીડીપી 7.5 ટકાથી 12.5 ટકા વચ્ચેની રહી શકે તેવી આગાહી કરવામાં આવી રહી છે.આમ કોરોના સંક્રમણની રફતાર વધશે કે ધીમી પડશે તો આ આંકડાઓમાં ફેરફાર થઈ શકે છે.આ દરમિયાન ઈન્ટરનેશનલ મોનીટરી ફંડે વર્ષ 2021-22ના વર્ષમાં ભારતના આર્થિક વિકાસનો દર 11.5 ટકા રહેશે તેવુ અનુમાન લગાવ્યુ છે.આમ વિશ્વ બેન્કે જે આંકડા આપ્યા છે તે આઈ.એમ.એફ કરતા અલગ છે.

આમ ભારતના સંખ્યાબંધ મોટા રાજ્યોમાં કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યુ હોવાથી આર્થિક ગતિવિધિઓ પર પણ તેની અસર પડી રહી છે.જેના કારણે જેટલી અપેક્ષા હતી તેટલી તેજી આર્થિક મોરચે જોવા મળી રહી નથી.જેમાં ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગ્રોથ નહીંવત છે.જ્યારે ટ્રાવેલ, ટુરિઝમ,એવિએશન,રેસ્ટોરન્ટો જેવા સર્વિસ સેક્ટરને પણ કોરોનાના કારણે નુકસાન થયેલુ છે.