કાશ્મીરને ભારતીય રેલ નેટવર્ક સાથે જોડવાનું સપનુ ઝડપથી સાકાર થવાની આશા છે.ત્યારે કટડા-બનીહાલ વચ્ચે રિયાસીમાં ચિનાબ નદી પર દુનિયાનો સૌથી ઉંચા રેલવે પુલનું કામ નવેમ્બર 2017માં શરૂ થયુ હતું.જે પુલ 8.0 રિકટર સ્કેલના ભૂકંપનો સામનો કરવા માટે સક્ષમ છે. આ ઉપરાંત 266 કિલોમીટરની ગતિની હવાનો તે સામનો કરી શકે છે.આ પુલ પર 100 કીમીની ગતિએ ટ્રેન દોડી શકે છે.આમ 111 કિલોમીટર લાંબા કટડા-બનરીહાલ રેલલિંકમાં કટડા અને ધરમખંડ વચ્ચેના 53.66 કિલોમીટર લાંબા અંતર પર સૌથી પડકારજનક કામ ચાલી રહ્યું છે.જે પુલ રીયાસીમુરી અને પીરપાંજલ પહાડીઓનાં ભૌગોલીક ક્ષેત્રમાંથી પસાર થાય છે.તેમાં 46.1 કિલોમીટરનો 86 ટકા ભાગ સુરંગોમાથી,જયારે 4.6 કિલોમીટર પુલોમાંથી પસાર થશે.આમ આ પુલ ઈન્દ્રધનુષ કે આર્ક જેવો છે.જેની કુલ લંબાઈ 1315 મીટર જેટલી છે.આ પુલ લગભગ 1250 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved