લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વિશ્વકપ 2023મા ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાશે

વિશ્વકપ 2023ની તૈયારીઓ વર્તમાનમાં જોરશોરથી શરૂ થઈ ગઈ છે.ત્યારે આગામી 5 ઓક્ટોબરથી શરૂ થનાર વિશ્વકપનો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી 15 ઓક્ટોબરે મેચ રમાશે.જ્યારે વિશ્વકપની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.ભારત તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે,જ્યારે વિશ્વકપની સેમીફાઈનલ મુંબઈમાં યોજાવાની સંભાવના જોવા મળી રહી છે.આમ વિશ્વકપ 2023નો નિર્ણાયક મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે જ્યારે ફાઈનલ મેચ આગામી 19 નવેમ્બરે રમાઈ શકે છે.આમ આઈ.પી.એલની 16મી સિઝનની ફાઈનલ મેચ આગામી 28 મેએ રમાશે.આમ વન-ડે વિશ્વકપ 2023માં 10 ટીમો વચ્ચે મુકાબલો થશે.જેમાં 8 ટીમો ફાઈનલ થઈ ગઈ છે.જ્યારે અન્ય 2 ટીમો ક્વોલિફાયર મેચ રમ્યા બાદ વિશ્વકપમાં પ્રવેશ મેળવશે.આ ટૂર્નામેન્ટમાં 48 મેચો રમાશે,જેમાં દરેક ટીમ લગભગ 9-9 મેચ રમશે.જેમાં ભારત,ઈંગ્લેન્ડ,ઓસ્ટ્રેલિયા,ન્યુઝીલેન્ડ,અફઘાનિસ્તાન,પાકિસ્તાન,બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકાએ ક્વોલિફાયર થઈ વિશ્વકપમાં પ્રવેશ મેળવી લીધો છે.જ્યારે ઝિમ્બાબ્વેમાં આગામી 18 જૂનથી 9 જુલાઈ દરમિયાન રમાનારી ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ બાદ અન્ય બે ટીમોને વિશ્વકપમાં પ્રવેશ મળશે.જેમાં શ્રીલંકા,વેસ્ટ ઈન્ડિઝ,ઝિમ્બાબ્વે,નેધરલેન્ડ,ઓમાન,યુએઈ,આયર્લેન્ડ,નેપાળ,સ્કોટલેન્ડ અને અમેરિકાની ટીમ સામેલ છે.