લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દુનિયામાં સૌથી ઝડપી રસીકરણ ભારતમાં કરાયું,85 દિવસમાં 10 કરોડ ડોઝ અપાયા

કોરોનાના વધતાં કેસો વચ્ચે ભારતે દુનિયાનુ સૌથી ઝડપી રસીકરણ હાથ ધર્યુ છે.જેના ભાગરૂપે 85 દિવસમાં રસીના 10 કરો઼ડ ડોઝ મુકવામાં આવ્યા છે.આમ અમેરિકાને 10 કરો઼ડ ડોઝ આપતા 89 અને ચીનને 102 દિવસ લાગ્યા હતા.આમ સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યુ હતુ કે,વૈશ્વિક સ્તરે અપાતા કોરોનાની રસીના ડોઝના મામલે ભારત સૌથી મોખરે છે.દેશમાં રોજ સરેરાશ 38.93 લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે.આમ અત્યારસુધી જે રસીકરણ થયુ છે તેમાંથી 60 ટકા 8 રાજ્યોમાં થયુ છે.જેમાં મહારાષ્ટ્ર,ગુજરાત,યુ.પી,રાજસ્થાન,પ.બંગાળ,કર્ણાટક અને મધ્યપ્રદેશ તેમજ કેરાલાનો સમાવેશ થાય છે.