વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અમીર દેશોને કહ્યું છે કે તેઓ પોતાના દેશમાં વર્તમાન સમયમાં બાળકો પર વેક્સિનેશન ન કરે અને એ વેક્સિનના ડોઝ ગરીબ દેશોને દાન કરે.જેથી કરીને આ દેશો આ મહામારી સામે યોગ્ય રીતે લડી શકે.આમ સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડેનહોમ ઘેબ્રિસિયસે કોવિડ-19ની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી.આ દરમિયાન તેમણે કહ્યુ હતું કે અમીર દેશો બાળકોને પણ વેક્સિનેટ કરી રહ્યા છે બાળકોને વેક્સિનેશનમાં ઉપયોગ કરવામાં આવી રહેલા ડોઝ ગરીબ દેશોને દાન આપવા જોઈએ જેથી મહામારીથી ઝડપી અને વધુ શ્રેષ્ઠ રીતે લડી શકાશે.બીજીતરફ દુનિયાના એવા ગરીબ દેશો છે.જ્યાં હજીસુધી આરોગ્ય કર્મચારીઓને વેક્સિન મળી શકી નથી.આમ વિશ્વમાં અત્યારસુધી 140 કરોડ ડોઝનો ઉપયોગ થયો છે.તેમાંથી 44 ટકા એ દેશોના નાગરિકોને વેક્સિન મુકાઈ છે જે અમીર છે.આમ આ દેશોની વસ્તી દુનિયાની કુલ વસતીના 16 ટકા છે
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved