બ્રિટનમાં ફરી એકવખત રોનક દેખાવા લાગી છે.દુનિયાના સૌથી લાંબા લોકડાઉન બાદ દેશ અનલોક થવા માંડ્યો છે.ત્યારે બ્રિટનના બજારો,રેસ્ટોરન્ટ,પાર્કમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.આમ 97 દિવસ બાદ મળેલી આઝાદીની ખુશી લોકોના ચહેરા પર જોઈ શકાય તેમ છે.આમ બ્રિટનમાં કોરોના વાયરસના કારણે 5 જાન્યુઆરીથી લોકડાઉનની જાહેરાત સાથે જાતજાતના પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા.ત્યારે મહિનાઓ બાદ સેંકડો જિમ,હેરસલૂન,રિટેલ સ્ટોર ખુલી ગયા છે.આમ રોજના 50,000 કેસ સામે આવી રહ્યા હતા.જોકે કોરોનાથી હવે બ્રિટનને છુટકારો મળ્યો છે.આમ આગામી 21 જુનથી બ્રિટનમાં સંપૂર્ણપણે લોકડાઉન હટાવી લેવામાં આવશે.જેમાં બ્રિટનને એકતરફ લોકડાઉન અને બીજીતરફ વેક્સીનેશનનો ફાયદો મળ્યો છે.આમ હવે રોજના 4,000 કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે.તેમજ બ્રિટનના 48 ટકા જેટલા લોકોને કોરોનાની રસી લાગી ચુકી છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved