ભૌતિક અને ડિજીટલ જમાનામાં સ્માર્ટફોન,લેપટોપ અને ક્મ્પ્યૂટર સહિતના ઇલેકટ્રોનિક અને ઇલેકટ્રિક સાધનોનો વપરાશ વધતો જાય છે. જેથી વિશ્વમાં દર વર્ષે 5 કરોડ ટન ઇ-વેસ્ટ પેદા થાય છે.જે ઇ-વેસ્ટનું મૂલ્ય 62.5 અબજ ડોલર જેટલું થાય છે.આમ વધતા જતા ઇ-વેસ્ટમાંથી માત્ર 20 ટકાનું જ રિસાયકલિંગ થાય છે જ્યારે બાકીનો કચરો યોગ્ય નિકાલના અભાવે નકામો પડયો રહે છે.જે ઇ કચરાને બાળવા કે ઓગાળવાથી પણ હવામાં પ્રદૂષણ ફેલાય છે.જે હાનિ કરે છે.આમ આ કચરાને લેન્ડફિલ પર કે જમીનમાં ઉંડે સુધી દાટવાથી કચરામાં રહેલા ઝેરી રસાયણો જમીન તેમજ પાણીમાં ભળે છે.જેનાથી મહાસાગરોમાં રહેલ પાણી પ્રદૂષિત થવાથી દરિયાઇ જીવો પર ખતરો વધે છે.આમ ભારતમાં દર વર્ષે અંદાજે 10 લાખ ટન જેટલો ઇ-વેસ્ટ પેદા થાય છે.જેમાં જુના થઇ ગયેલા,બળી ગયેલા કમ્પ્યૂટર,ફોન,ટીવી,ફ્રિઝ સહિતના વિવિધ ગેજેટસનો સમાવેશ થાય છે.ભારતમાં પેદા થતા લાખો ટન ઇ-વેસ્ટમાંથી 3 ટકાનું જ રિસાઇકલિંગ કરવામાં આવે છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved