ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારતીય ક્રિકેટ ટીમ યુકે ખાતે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવા રવાના થાય તે પહેલાના બાયોબબલ માટે આયોજન કર્યુ છે.જેમાં ભારત તેના પછી ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટની શ્રેણી રમવાનું છે.ત્યારે તમામ ખેલાડીઓનો આગામી 19મેના રોજ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેમાં ખેલાડીઓએ ત્રણ આરટી-પીસીઆર ટેસ્ટ તેમના ઘરે કરાવવાના રહેશે.જેમાં એક વખત તેના નેગેટિવ રિઝલ્ટ આવે તેના પછી તેઓ 19મી મેએ મુંબઈમાં એકત્રિત થશે.જ્યાં દરેક જણે 2જી જુનના રોજ યુકે જવા રવાના થતાં પહેલા ભારતમાં 14 દિવસ ક્વોરેન્ટાઇન થવું પડશે. આ ઉપરાંત વિદેશ પ્રવાસે જનારા ખેલાડીઓએ રસીનો પહેલો ડોઝ લઈ લેવાનો રહેશે.જ્યારે તેમને બીજો ડોઝ યુકે ખાતે આપવામાં આવશે.આમ બીસીસીઆઇએ 20 સભ્યોના ટીમની જાહેરાત કરી છે જ્યારે 4 જણાને સ્ટેન્ડ બાય રખાયા છે.જેમાં 3 ફાસ્ટ બોલર છે પ્રસિધ ક્રિષ્ના,આવેશ ખાન,અરઝાન નગસવાલાનો સમાવેશ થાય છે.
ભારતીય ટીમ- રોહિત શર્મા,શુભમન ગિલ,મયંક અગ્રવાલ,ચેતેશ્વર પૂજારા,વિરાટ કોહલી (કેપ્ટન),અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન),હનુમા વિહારી, રિષભ પંત (વિકેટકીપર),આર.અશ્વિન,રવિન્દ્ર જાડેજા,અક્ષર પટેલ,વોશિંગ્ટન સુંદર,જસપ્રીત બુમરાહ,ઇશાંત શર્મા,મોહમ્મદ શમી,મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર,ઉમેશ યાદવ,કે.એલ રાહુલ,રિદ્ધિમાન સહા
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved